સરળતાથી જિંદગી જીતવાની જડીબુટ્ટી-Saradtathi Jindagi Jitvani Jadibutti - Dale Carnegie
search
  • સરળતાથી જિંદગી જીતવાની જડીબુટ્ટી-Saradtathi Jindagi Jitvani Jadibutti - Dale Carnegie
  • સરળતાથી જિંદગી જીતવાની જડીબુટ્ટી-Saradtathi Jindagi Jitvani Jadibutti - Dale Carnegie

સરળતાથી જિંદગી જીતવાની જડીબુટ્ટી-Saradtathi Jindagi Jitvani Jadibutti - Dale Carnegie

₹169.00
Tax included
Select "Store Pickup" for Jamnagar city to waive shipping charges;
For other locations, shipping will be calculated at checkout.

Gujarati Edition Of How To Win Friends & Influence People - Dale Carnegie

પુસ્તક વિષે...
સરળતાથી જિંદગી જીતવાની જડીબુટ્ટી- ડેલ કાર્નેગી
ભાવાનુવાદ : વિજય ઠક્કર
(લોકવ્યવહાર)

આ પુસ્તક તમને...
> કોઈ પણ ક્ષેત્રમાં લોકો સાથે મનધાર્યું કામ પાર પાડવાની ટેક્નિકો
> લોકવ્યવહારનીં કળા
- લોકપ્રિય થવા માટેના ઉપાયો
> લઘુતાગ્રંથિ દૂર કરી આત્મવિશ્વાસ કેળવવાના ઉપાયો
> શ્રીમંત બનવાની સફળ ટેક્નિક
> છટાદાર વાતચીત - અસરકારક વક્તા બનવાની કળા
> ગ્રાહકો-નવા મિત્રોને આવકારવા - રિઝવવાની કળા
> આ પુસ્તકો વાંચી કુશળ સેલ્સમેન બની નવું વ્યક્તિત્વ પામો
> સમાજમાંપ્રતિષ્ઠા પ્રાપ્ત કરો

Quantity
Last items in stock

પ્રસ્તાવના

પ્રખ્યાત નવલકથાકાર અને માનસશાસ્ત્રી હેન્રી જેમ્સનો ભાઇ નામાંકિત પ્રોફેસર વિલિમ જેમ્સ કહે છે કે “આપણે જેવા હોવા જોઇએ તેની સાથે સરખાવતાં આપણે ફક્ત અર્ધ જાગૃત છીએ. આપણે આપણાં શારીરિક અને માનસિક સાધનોના ઘણા ઓછા ભાગનો ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં મનુષ્ય ઘણી સાંકડી મર્યાદામાં જીવે છે. તેનામાં જાત જાતની શક્તિઓ છે જેનો તે હંમેશા ઉપયોગ કરવામાં નિષ્ફળ નીવડે છે.’

જે શક્તિઓનો તમે હંમેશા ઉપયોગ કરવામાં નિષ્ફળ જાઓ છો તે શોધી કાઢવા, આ ખીલવવા, અને સુસ્ત પડી રહેલી શક્તિનો લાભ લેવામાં આ પુસ્તક તમને સહાય કરશે.

આવુ પુસ્તક લખવાની લાયકાત ધરાવનાર ફક્ત ડેલ કારનેગી જ છે. કારણ કે લોકો સાથે કામ પાડવાની સલાહ મેળવવા માટે મોટા મોટા વેપારીઓ અને ધંધાદારીઓ તેમની રાહબરી ચાહે છે. છેલ્લા ૨૪ વ૨સમાં તેમણે ૧૫,૦૦૦ થી વધુ વેપારીઓ અને ધંધાદારીઓને તાલીમ આપી છે કે જેવી તાલીમ બીજા કોઇએ આપી નથી. આ ૧૫,૦૦૦ માણસોમાં કેટલાક આજના અતિ નામાંકિત માણસો હતા. ડેલ કારનેગીના અભ્યાસક્રમો વેપાર ધંધામાં એટલા બધા કિંમતી પૂરવાર થાય છે કે મોટી કંપનીઓને મજકૂર વર્ગોમાં કેળવણી આપી હતી. ડેલ કારનેગીના અનુપમ અનુભવનું પરિણામ ‘જીંદગી જીતવાની જડીબુટ્ટી’’ છે. માણસ જાતના સામાજીક વહેવારોમાં રોજ નડતી મુશ્કેલીઓનો ઉકેલ બતાવનારૂં આ એક જ પુસ્તક છે. આ પુસ્તકનો એક માત્ર હેતુ તમારા મોટામાં મોટા સવાલો – વેપાર ધંધામાં અને સામાજીક વહેવારમાં તમારા સંપર્કમાં આવનારા લોકો પર છાપ પાડવાનો સવાલો - નો ફેંસલો કરવામાં અને તમને મદદ કરવાનો છે.

થોડા વખત પહેલાં પ્રૌઢ નરનારીઓ ખરેખર શાનો અભ્યાસ કરવા માંગે છે તે નક્કી કરવા માટે શીકાગો યુનિવર્સીટી અને પ્રૌઢ શિક્ષણ માટેની અમેરિકન એસોસીએશને ૫૦૦૦ પાઉંડને ખરચે બે વરસ સુધી તપાસ ચલાવી હતી. તે પરથી માલૂમ પડયું હતું કે આરોગ્યના આપવાદને બાદ કરતાં લોકોની લાગણી કેમ સમજવી. તેઓ તેમને કેમ ચાહતા થાય અને તમારા વિચાર જેવા શીરીતે બને તે જાણવાને પ્રૌઢ નરનારીઓ વધારે ઉત્સુક હતા. કમીટીએ પ્રૌઢ માણસો માટે આવો શિક્ષણક્રમ મેળવવા ખંતીલો પ્રયાસ કર્યો હતો. પણ તેને આ વિષય પર એક પણ પુસ્તક મળ્યું હતું નહીં. આખરે આવું પુસ્તક લખવાની લાયકાત ધરાવનાર માણસે આ પુસ્તક લખ્યું છે. આ જાતનું આ એક જ પુસ્તક અસ્તિત્વમાં છે કે જે વેપાર ધંધા અને સંસાર વહેવારમાં લોકોને માર્ગદર્શક થઇ પડે એવી વહેવારૂ અને ઉપયોગી સૂચનાઓ પુરી પાડે છે. “જીંદગી જીતવાની જડીબુટ્ટી'' - How to Win Friends and Influence People – માં ચોવીસ વરસોથી વેપારી અને ધંધાદારીઓને તાલીમ આપીને અજબ જેવી રીતે ફતેહમંદ નીવડેલી પદ્ધતિ સમાવવામાં આવી છે. માનવ – જાતના ગુણદોષ સમજવાની પ્રયોગશાળામાંના લેખકના પ્રયોગોથી આ પુસ્તકની ખીલવટ થઇ છે.

9789385968259
1 Item

Data sheet

Author
Dale Carnegie
Binding
Paper Back
Language
Gujarati
Pages
240
Published
2019
Publisher
Shree Gajanan Pushtakalay
Comments (0)